દ્વારકા પંથકની સગીરા પર દુષ્કર્મ સબબ રૂપેણ બંદરના શખ્સ સામે ફરિયાદ

  • June 06, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોડામાં કોઈ પદાર્થ ભેળવીને મૂર્છિત અવસ્થામાં કુકર્મ આચર્યું



દ્વારકા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રૂપેણબંદર ખાતે રહેતો મયુદ્દીન ભીખુ સમા નામના શખ્સે રાત્રિના સમયે ફોન કરીને સ્કૂલના ભાગે બોલાવી અને તેણીને સોડા જેવો પદાર્થ પીવડાવ્યો હતો. આ સોડામાં આરોપી મયુદ્દીન દ્વારા કોઈ પદાર્થ નાખી દેતા સગીરા બેભાન અવસ્થામાં આવી ગઈ હતી અને આરોપી દ્વારા તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ સગીરાના પરિવારજન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 376, 328 તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application